મનોદશા

(17)
  • 2.1k
  • 4
  • 535

એ સમય પણ કંઈક અજીબ હતો , જ્યારે મારો જન્મ થયો હતો. લોકો મારા જન્મ ની સાથે જ મને કાળ , અપશુકનિયાળ કહેતા હતા. ખબર નહિ કેમ, પણ હું જન્મતા ની સાથે જ અનાથ થઈ ગઈ હતી અને તેમાં પણ હું દીકરી. મારા જન્મ પહેલાં ના ફક્ત 1 મહિના અગાઉ મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને પાક્કા એક મહિના પછી મારો જન્મ અને મને જન્મ આપતા જ મારી મમ્મી પણ મૃત્યુ પામી. "આવતા ની સાથે જ મમ્મી પાપા ને ભરખી ગઈ, અપશુકનિયાળ છે, કાળ છે... "આવા અનેક શબ્દો સાંભળ્યા હતા અને આ કારણે જ કોઈ મને સાચવવા તૈયાર ન હતું.