ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 15

(230)
  • 8k
  • 3
  • 4.7k

ઈજનેરે જ્વાળામુખી પર્વત વિશે બધાને ચેતવણી આપી. બધા પોતપોતાનું કામ મૂકીને ફેંકલીન પર્વતના શિખર સામે જોઈ રહ્યાં હતા. જ્વાળામુખી જાગ્યો હતો. ધુમાડા અને વરાળ થોડા પ્રમાણમાં અંદર નીકળતા હતા. પણ અંદરનો અગ્નિ કોઈ મોટી ભાંગફોડ કરશે? કંઈ કહી શકાય નહીં. કદાચ લાવારસ નીકળવા માટે નવું મુખ બનાવે તો પણ આખા ટાપુ પર કોઈ જોખમ ન હતું. જ્વાળામુખીનું ખાતું વિચિત્ર હોય છે. એ જૂનું મુખ એક બાજુ પડતું મૂકી નવું મુખ ઉઘાડે છે, અને તેમાંથી ભયાનક લાવારસ ઓકવા માંડે છે.