મંગલ નું મોઢું ભલે પોપીયા જેવું હોય પણ પોતાને મન તે ખુદ નેં રણબીર કપૂર જ સમજતો હતો. આગળ ના બે દાત ખિસ્કોલાની જેમ આગળ નીકળેલા હોવાથી મંગલિયો પોતાને ખુબજ ભાગ્યસાળી સમજતો, ખબર નહીં તેને એવું ક્યાં નવરીબજાર જ્યોતિષ એ ભરાવ્યું હશે. મોહલ્લામાં કૂતરું જેમ અજાણ્યા વ્યક્તિ નેં જોઈ નેં મોઢું બંધ ના કરે તેમ મંગલો પણ કોઈને ચોંટે એટલે સામે વાળાનૂ કાસળ નીકળી જાય મીન્સ કે કંટાળી જાય ત્યાં સુધી વાતો કરવા નું બંધ ના કરે. ભગવાન એ મંગલ નેં કયા કાળ ચોઘડિયા માં બગડ્યો / બનાવ્યો હશે તી, જે વ્યક્તિ મંગલ નેં મળે તે ત્રાહિમામ પોકારી જાય. ઘણા