ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 14

(229)
  • 7.7k
  • 24
  • 4.7k

25મી માર્ચ આવી પહોંચી. રીચમન્ડથી બલૂનમાં બેસીને નાસી છૂટ્યો એ વાતને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં હતાં. આ ત્રણ વર્ષ દરમિયાન તેઓ પોતાના દેશને ભૂલ્યા ન હતા. અમેરિકાનું આંતરયુદ્ધ પૂરું થઈ ગયું હશે એવી તેમની માન્યતા હતી. એ યુદ્ધમાં કેટલું લોહી રેડાયું હશે? કેટલા મિત્રો મૃત્યુ પામ્યા હશે? આવા વિષયો ઉપર તેઓ વાતચીત કરતા હતા. પોતાના દેશમાં પાછા પહોંચવાની બધાને કેટલી ઝંખના હતી!