પિતૃત્વ

(19)
  • 2.6k
  • 2
  • 798

રાત્રીના બે વાગ્યા હતા. નાનકડું શહેર જંપી ગયું હતું. રજની ચોતરફ રતાશી મેશ વેરી રહી હતી. રેડ પાર્ક એવન્યુ ટાવરના ૫૦૨ નંબરના ફ્લેટ પર ટકોર પડ્યા. આંખો ચોળતા સમીરે દરવાજો ઉઘાડ્યો. સામે હાંફતી, ઘબરાતી,રડતી,ડરતી આરતી ઉભી હતી. તેને જોઈ સમીરની આંખોમાંથી ઊંઘ ગાયબ થઇ આશ્ચર્યે સ્થાન લીધું.  આરતી તું અત્યારે! આવ... અંદર આવ. આરતી અંદર આવી. સમીર બારણું બંધ કરતા બોલ્યો: "આરતી અડધી રાતે તારે શું કામ પડ્યું?" સમીર...સમીર... આરતી આટલું બોલી સમીરને વળગી રડી પડી. "સમીર આપણા કેતનને....." "કેતનને ? શું થયું કેતનને ? બોલ આરતી"- સમીરના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. "સમીર આજે સવારે તે ધાબા પરથી