નસીબ ના ખેલ... 11

(81)
  • 4.1k
  • 9
  • 2.2k

        રાતે ધીરજલાલ  ઘરે આવતાં જ સીધો તેમણે ધરા નો ઉધડો લીધો... "તારા પર ભરોસો રાખી ને તને અહીં પાછો લઈ આવ્યો એ મારી ભૂલ... તે ફરી મારી સાથે વિશ્વાસઘાત કર્યો... છોકરાઓ સાથે ભણવા બેસાડી એનો તે આવો ગેરલાભ ઉઠાવ્યો ?? છોકરાઓ સાથે શરત લગાડવા લાગી ??? "   આવા અનેક વ્યંગબાણ ધરા પર વરસી રહ્યા હતાં.. હંસાગૌરી એમાં સુર પુરાવતા હતા કે મેં તો પહેલા જ કહ્યું હતું.. આના પર ભરોસો મૂકી ને તમે ખોટું કરી રહ્યા છો... એક વાર  ભટકી ગયા પછી હવે આ ન સુધરે.... વગેરે વગેરે....       પણ ધરા ના મન માં આ