જબરું અપશુકન

(64)
  • 4.7k
  • 7
  • 1.4k

પથારી જાટકી નેં આરતી સુવાની તૈયારીમાં હતી કે શેરી ના નાકે સૂતુ કુતરુ અચાનક ઉઠીનેં કરૂણ અવાજમાં રડવા લાગ્યુ, મૂંગા જનાવરનો આવો આંક્રંદ આરતી ના મન નેં કચોડી ગયો, તેના હૃદયની ધડકન તેજ થઇ ગઈ. થોડી વાર આમ-તેમ થઇ, આરતી એ પોતાના પતીનેં ફોન લગાવ્યો, કામ થી બીજા ગામ ગયેલા તેના પતિ એ આરતી નેં સાંત્વના આપતા જપ કરવા કહ્યું। ભગવાનના જપ કરતા કરતા મોડી રાત્રે 2 વાગે આરતી નેં એક જોલું આવી જ ગયું, ત્યાં તો અચાનક રસોડા માં થી તપેલી પછડાવા નો જબરો અવાજ આવ્યો, આરતી ભડકીનેં જાગી ગઈ અનેં લાઈટ કરીનેં ધ્રુજતા ધ્રુજતા રસોડા તરફ આગળ વધી,