અજનબી

(45)
  • 1.6k
  • 7
  • 493

અજનબી.....  વાર્તા... આશાની સહન શક્તિની આજે તો હદ આવી ગઈ. પાંત્રીસ વર્ષના લગ્ન જીવનમાં એ એક જ આશા રાખી ને જીવતી હતી કે આજે સમજશે પિયુષ અને હવે શાંતિ આવશે જીવનમાં પણ પિયુષ ને આશાની કોઈ જ ભાવના અસર કરતી ન હતી અને પિયુષ પોતાની રીતે જ જિંદગી જીવતો હતો અને મસ્ત રહેતો હતો.આશા અનાથ હતી એ મા - બાપના પ્રેમને સમજતી હતી અને એ જાણતી હતી કે મા-બાપની સેવા ચાકરી કરવી એમને ખુશ રાખવા એ દરેક સંતાનની ફરજ છે પણ પિયુષને તો મા - બાપ સિવાય કોઈની ચિંતા કે પરવા જ ન હતી આશા સમજાવતી કે મા- બાપને સમય આપો