હાય રે પ્રેમ...!

(19)
  • 3k
  • 8
  • 889

"કાળુએ આ બરાબર નથી કર્યું.. પોતાની જ બૈરી સાથે કોઈ આવુ કરી સકે?.. ઢોર માર માર્યો છે મારી છોડીને.. હવે હું એને છોડીશ નહીં.. એ ઓળખતો નથી આ લાખા ને.. લાખો એની જાત પર આવી જાહે ને ત્યારે જ હમજાસે એને.." ગુસ્સાથી લાલચોળ લાખો રાતે દોઢ વાગ્યે પાણી વાળીને પાછા ફરતાં ફરતાં આ એક જ વિચાર કરતો હતો.. એનાં મનમાં કાળુને સબક શીખવાડવાનાં પ્લાન પણ ચાલતાં હતાં અને એ માટે એનું કાસળ કાઢવું પડે તો ત્યાં સુધી તૈયાર હતો લાખો.. ભલે ગામડાનો હતો પણ વિચારોમાં શહેરવાળાઓને ટપી જાય એવો હતો.. પણ એક વાર જો એને છંછેડો એટલે એ કોઈનો ય