જબાલ અખધર - ઓમાન નું પર્વતીય પ્રવાસ સ્થળ

(14)
  • 2.2k
  • 709

રણમાં ખીલ્યાં ગુલાબ- જબાલ અખધર------------–---------------------------------ઓમાન કહેવાય રણ પ્રદેશ. અને મસ્કત તો પાઘડી પટટે વસેલું કોન્ક્રીટનું જંગલ કહેવાય એવું નગર.અમે ગયાં ઓમાનની પર્વતની ટોચે વસેલી ફળદ્રુપ ભૂમિ જબાલ અખધર.આ જગ્યાએ જવા સરકારે જ 4x4 કાર ફરજીયાત બનાવી છે. મસ્કતથી સવારે સાડા આઠે નીકળી સવા કલાક 120ની સ્પીડે ડ્રાઈવ કરી ઇઝકી શહેર પહોંચ્યાં. ત્યાંથી બરકત એ મૌજ ગામ પહોંચ્યાં. તેને જબાલ અખધરની તળેટી કહી શકો. આગલા લેખમાં મેં જણાવેલું તેમ અરેબિકમાં જબાલ એટલે પર્વત.અહીં એક સરખી બાંધણીનાં ક્રીમ , લગભગ તો આછા ગુલાબી કહેવાય એવા રંગનાં બેઠા ઘાટનાં મકાનો હતાં. ફરતી નાની ઊંચી દીવાલ, નાના ઢાળ પર થઇ અંદર જવાનું. એક જાળીવાળી