નો રીટર્ન-૨ ભાગ-૯૪ સનનન્.... કરતું તીર મારા કાન નીચેથી પસાર થયું અને અનાયાસે જ...વિજળીનાં ઝબકારાની જેમ એક રહસ્ય ઉજાગર થયું. હવે મને સમજાયું કે આ જંગલમાં આવનાર વ્યક્તિ ક્યાં ગાયબ થઇ જાય છે..! શું કામ આ જગ્યાને “ અ નો- રીટર્ન પોઇન્ટ “ કહેવાય છે. કેમ અહી આટલી બધી ખોપરીઓ લટકતી હતી...! એક લાલ ફૂમતાં વાળા તીરે સમગ્ર રહસ્ય ઉપરથી પરદો ઉઠાવી દીધો હતો. સાથોસાથ એ પણ સમજાયું હતું કે ટીલા વાળી જગ્યાએ વગર કોઇ કારણે પેલા આદીવાસીઓએ અમારી ઉપર હુમલો શું કામ કર્યો હતો...! એક સાથે લગભગ તમામ પ્રશ્નોનાં જવાબ મને મળી ચૂકયા હતાં. હું હજું વિચારમાં જ