એસેસરીઝ અને ફેશન - એકબીજાંનાં પૂરક અનેસ પ્રેરક

  • 2.7k
  • 860

લગ્નસરાની ઋતુ પૂરી થવા આવી, વસંત પરાકાષ્ઠાએ પહોંચ્યો અને ફાગણ આવી બેઠો ત્યારે ફૂલોનાં વલ્કલ અને સોનારૂપાનાં આભૂષણોની વાત કરવી ચોક્કસ ગમશે. ફક્ત આભૂષણો જ શા માટે? વસ્ત્રસજ્જા સાથે જોડાયેલ તમામ બાબતો અતથી ઈતી સમાવી લેવાનું મન થાય એવું છે. સ્ત્રીઓ હોય કે પુરુષો માત્ર વસ્ત્રો ધારણ કરીને જીવનનિર્વાહ ચલાવી નથી લેતાં. એમના શરીરે ઢંકાય એવાં ફકત કપડાં નથી હોતાં, એવી અનેક ચીજવસ્તુઓ હોય છે કે સર્વાંગી સુંદરતાને કાજે પૂરક અને સુશોભનને પ્રેરક હોય છે. દેવ-દેવીઓની મૂરતી અને એમનાં સાજ શિંગારમાં પણ સોળ શણગારની વાત છે જ, એટલે પગના નખથી લઈને માથાંની ટીલડી સુધીનાં દરેક અંગોને સુશોભિત કરવાની, અલંકારિત કરવાની