બધું હેમખેમ પાર પાડી ગયું હતું . છતાં સત્યમને એક વાતનો સતત અફસોસ થતો હતો . તેના હાથે એક અજન્મા બાળકની હત્યા થઈ ગઈ હતી .આ વાત તેના આત્માને સતત કચોટી રહી હતી . તેણે પોતાની માનસિક યાતનાઓને પોતાની ડાયરીમાં શબ્દશઃ ઉતારી લીધી હતી . અને ડાયરી જાણી જોઈને ગીતા બહેનની નજરમાં આવે તેવી રીતે રાખી દીધી .અને તેમણે તરતજ સત્યમ ની ડાયરી વાંચી લીધી હતી .પોતાનો દીકરો સુહાની શું માનીને ચાલતો હતો ? તેમણે અજાણતામાં દીકરાને અન્યાય કર્યો હતો . તેની લાગણી દુભાવી હતી . આ વાતનો તેમને સતત રંજ થઇ રહ્યો હતો . તેમણે દીકરાને મહેણું માર્યું હતું જેનો મતલબ