નો રીટર્ન-૨ ભાગ-૯૩ અમે હાંફી રહ્યાં હતાં અને થાક પણ લાગ્યો હતો. વાદળોની પરત ચીરીને ઉપર પહોચતાં નવ નેજે પાણી ઉતર્યા હતાં. એક અલગ અનુભુતી અમને ઘેરી વળી હતી જે શબ્દોમાં વર્ણવવી અશક્ય હતી. આવો માહોલ.. આવું દ્રશ્ય.. આવો અનુભવ.. જીવનમાં ક્યારેય થયો નહોતો. અમારાં બન્નેનાં જીગર ડર, રોમાંચ અને અજીબ બેચેનીથી ધડકતાં હતાં. એવું લાગતું હતું કે એક અલગ જ વિશ્વમાં અમે આવી પહોચ્યાં છીએ. સામે દેખાતો નજારો અમને ડારી રહ્યો હતો. @@@@@@@@@@@@ હાજા ગગડાવી નાંખે એવું એ દ્રશ્ય હતું. અમે પર્વત ચઢવાનું શરૂ કર્યુ ત્યારે.. અને બરફમાં દટાયેલાં પથ્થરોનાં સહારે વાદળોની અંદર પહોચ્યાં ત્યારે એવું