વિષાદ યોગ- પ્રકરણ-23

(174)
  • 5.7k
  • 8
  • 4.2k

વિષાદયોગ-23 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________ વિલીએ ફેરીમાંથી કાર ઉતારીને સીધીજ ભાવનગર તરફ જવા દીધી. વિલીએ કાર ભાવનગર સીટી ક્રોસ કરી સામે છેડે દરીયા કાઠે આવેલા ‘ઇસ્કોન ક્લબ રીસોર્ટ’માં પાર્ક કરી અને રૂમ બુક કરાવ્યો. વિલીને ખબર હતી કે તેને હવે ભાવનગરમાં બે ત્રણ દિવસ રોકાવુંજ પડશે એટલે તેણે રિસોર્ટમાંજ રહેવાનું પસંદ કર્યુ. આમ પણ વહેલી સવારનો તે સતત મુસાફરી કરી રહ્યો હતો એટલે ખુબ થાક્યો હતો. રૂમમાં દાખલ થઇ તરતજ તેણે બાથરૂમમાં જઇ બધાજ કપડા કાઢી નાખ્યા અને સાવર નીચે ઊભો રહી ગયો. ઠંડા પાણીના સાવરથી તેનો થાક ધીમે ધીમે ઉતરવા લાગ્યો તે આમને આમ અડધો કલાક સુધી સાવર નીચે ઊભો રહ્યો.