વલ્લભભાઇના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્યસઁગ્રામ ની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે.બારડોલીની લડત પુરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઇકના મોંમાંથી વલ્લભભાઇ પટેલ માટે 'ખેડૂતોના સરદાર' એવો ઉદગાર નીકળી ગયો હતો. જેમણે જેમણે આ ઉદગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડતવેળા એકવાર ગાંધીજી આવ્યા હતા.ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે, અહીંના 'સરદાર' વલ્લભભાઇ છે એટલે તેઓ એકલા જ ભાષણ