ચીસ..16

(146)
  • 7.2k
  • 8
  • 3.9k

મધરાતે ફાઇવ સ્ટાર હોટલના રીસેપ્શન પર નિશા બેઠી હતી. એના ગોરા ચહેરા ઉપર ગજબનુ તેજ હતુ.તેનું ખાસ કારણ પણ હતું.ગળામાં સોનાના દોરામાં દિલવાળુ પેંડલ લટકતું હતું. નિશાના મુલાયમ હાથની બધી જ આંગળીઓમાં ગોલ્ડની રીંગો હતી.હાથમાં મોંઘોદાટ આઈ ફોન હતો. આઈ ફોનના સ્ક્રીન પર વિડીયો કોલ ધ્વારા રિસેપ્શન કાઉન્ટરનો સિન મૌજુદ હતો. બધી જ વસ્તુઓને ગિફ્ટ રૂપે આપનાર કુલદીપસિંગ આંખોમાં અદભુત તેજ ભરી એને ટગર ટગર જોઈ રહ્યો હતો. આમ શું જુવો છો..? મને પહેલા નથી જોઈ..? કુલદીપ સિંગે રોમેન્ટિક લહેજા સાથે જવાબ આપે છે. જોયા છે પણ મન ધરાતું નથી. આખો દિવસ એમજ થયા કરે છે.. બસ તમને આવી જ રીતે જોતો રહું..!