રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-14 (આગળનાં ભાગમાં જોયું કે મુખી પોતાની બાળકી મણીડોશીને આપે છે. ઘનાભાઈ તેને રોકે છે પરન્તુ મણી ડોશીનું એક વેણ બોલતાં જ તેં ત્યાં જ પડી ભાંગે છે. હવે આગળ...) બધુ જોઈને ગામનાં લોકો અંદરા અંદરી વાતુનાં મારો ચલાવા લાગ્યા કે "ડાકણ છે કોઇક ની તો બલી લેશે જ, એટ્લે જ અત્યાર લગી જીવે છે." વળી પાછું કોઇક બોલ્યું અત્યાર લગી મુખીજી એ ગામને બચાવા બધુ કર્યું છે, હવે શું સાચે પોતાની વંશજને મણી ડોશીને લઈ જવા દેશે. ત્યાં જ પ્રવીણભાઈએ લોકોના ટોળા તરફ જોઇ ગુસ્સામાં બોલ્યા " તમને લોકો ને એવું દેખાય છે, તો