નો રીટર્ન-૨ ભાગ-૯૧

(346)
  • 8.6k
  • 15
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૯૧ કલ્પનામાં પણ ન આવે એવું એ દ્રશ્ય હતું. અનેરી પાછી આવી હતી અને તેનાં હાથે ક્રેસ્ટો મરાયો હતો. ન ભૂતો ન ભવિષ્યતી સમાન સમરાંગણ ખેલાયું હતું જેમાં અમે વિજેતા બન્યા હતાં. ક્રેસ્ટો જેવાં મહા- દાનવને અમે હણ્યો હતો એ ઇતિહાસમાં અમર થવાં લાયક ઘટનાં હતી કારણકે બે મગતરાં લાગતાં જીવે એક રાક્ષસને યમસદન પહોંચાડ્યો હતો. છતાં હજું અમારાં માથેથી ઘાત ટળી નહોતી કારણકે કાર્લોસ અને એના જીવિત હતાં, અને એ લોકો ઘણાં ખતરનાક ઇરાદા ધરાવતાં હતાં. જ્યાં સુધી તેમને અમારી જરૂર હતી ત્યાં સુધી અમને સાચવ્યાં હતાં અને હવે અમને ખતમ કરવાં તૈયાર થયાં હતાં.