દિલાસો

(41)
  • 4.4k
  • 3
  • 2.2k

હવે દન ધીમે-ધીમે આથમી રહ્યો હતો. ક્યાંક હળવું અજવાળું આંખોમાં ઝળહળી રહ્યું હતુ ! ત્યાંજ રાજુ ચિંકાર દારૂ ઢીંચીને પગ વાટે આવી રહ્યો હતો, જાણે તે આખી વાટ માપતો હોય તેમ આમતેમ લથડીયા ખાઈ રહ્યો હતો.સોમો ટૂંકું ફાટેલું ખમીજ અને મેલી ધોતી પહેરીને ખાટલે નિરાંતે બેસીને બીડીના ઠૂંઠા જોર જોરથી ફુંકી રહ્યો હતો, જે બાકી રહ્યો હોય તે કસ ખેંચી ખેંચી ધુમાડાના વાદળ કાઢતો !ત્યાંજ રાજુને આવતો જોઈને સોમો બોલ્યો " અલ્યા રાજુ ક્યાં દારૂ પીધો ?  " લખમણની ભઠ્ઠીએ ઘણો ચોખ્ખો મળે એ પણ દેશી મહુડી નો "" શું વાત કરે છે એ પણ ચોખ્ખો દારૂ ? "તું હાલ