“સાત લોકો ની જગ્યા કરવી પડશે બહેનાં” સ્વરલેખા એ ગુફા ના દ્વાર તરફ જોયું , ત્યાં એક વ્યક્તિ ઊભો હતો ,ધીમે ધીમે એ વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ થયો ,એને જોતાં જ સ્વરલેખા ના હાથ માં થી થેલો પડી ગયો , “અવિનાશ તું ?...... “ ત્યાં ઊભા બધા જ અવિનાશ ને જોઈને ચકિત થઈ ગયા.વિશ્વા ને બાદ કરતાં. અવિનાશ : હા હું ...જાણું છું તમે બધા મને જોઈને બહુ વધુ ખુશ નહીં હોવ. સ્વરલેખા દોડીને અવિનાશ ને ગળે લાગી ગઈ. અવિનાશ : ઠીક છે ....મને આટલા બધા સ્નેહ ની આદત નથી. સ્વરલેખા થોડી દૂર થઈ અને અવિનાશ ને એક તમાચો મારી