વિષાદ યોગ- પ્રકરણ-21

(178)
  • 5.9k
  • 8
  • 4.4k

અનાથાશ્રમથી નીકળી નિશીથે પહેલા કારને હોટલ પર જવા દીધી. બંનેને જોરદાર ભૂખ લાગી હતી એટલે બેંક્વેટ હોલમાં જઇને બેઠા. થોડીવાર સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. જમવાનું આવી જતા બંને જમવા લાગ્યા. મસ્ત કાઠીયાવાડી ભોજન હોવાથી બંનેનો મુડ થોડો સારો થયો એટલે સમીરે કહ્યું “નિશીથ હવે શું કરીશું. આ ‘હરીઓમ’ શું છે, તે કઇ રીતે શોધીશું?” નિશીથ થોડીવારતો વિચારતો બેસી રહ્યો પછી બોલ્યો “આમા બે શક્યતા છે એક તો હરીઓમ નામનો કોઇ માણસ હોઇ શકે જે અહીંના વિસ્તારમાં ખૂબ જાણીતો હોવાથી તેની પાછળ કંઇ લખવાની જરૂર ન પડી હોય. બીજી શકયતા એ છે કે હરીઓમ કોઇ સંકેત હોઇ શકે જેનાથી લખનાર