આજની રાત એક એક એવી પહેલી લઇને આવી હતી કે તેને સુલજાવવી કે પછી એમ જ રેહવા દેવી. વિચારની ગતીએ જાણે એક એવી દીશા બતાવી હોય કે ત્યાથી બાહાર નિકળવા નો રસ્તો જ ના મળે. રીતલના પરીવારે તો વિચારી લીધુ હતું કે આ વાત આગળ ચલાવી પણ રીતલનુ મન માનતું ન હતુ. રાત ઘણી થઈ ગઈ હતી ને મહેમાન પણ જતા રહ્યા હતાં. બઘા પોતાની રુમમા જ્ઈ સુઈ ગયા. પણ રીતલને નિદર કેમ આવે જયારે તેની જીંદગી એક મોડ પર આવી ને ઊભી હતી કે તે ખુદ સમજવા અસમર્થ હતી.કયા સુધી તે પોતાની સાથે વાતો કરતી રહી ને વિચારતી રહી