૧૦૮ ગઝલનો સંગ્રહ:‘હાથ સળગે છે હજી’

  • 6.4k
  • 4
  • 1.7k

પ્રસ્તાવના: ગુજરાતી પદ્ય સાહિત્યમાં આજે જો સૌથી વધુ કોઈ સાહિત્ય સ્વરૂપ ખેડાતુ હોય તો તે ગઝલનું છે. આ સાહિત્ય સ્વરૂપમાં શે’રના માધ્યમ દ્વારા ટૂંકમાં ઘણું બધું કહી શકવાની શક્તિ રહેલી છે, આજે ગઝલનો જે ફાલ ઉતરી રહ્યો છે એમાં કેટલીક સત્વશીલ ગઝલના સંગ્રહો પણ પ્રકાશિત થાય છે, આવા જ એક સત્વશીલ ગઝલસંગ્રહ ‘હાથ સળગે છે હજી’નો અહીં પરિચય કરવાનો ઉપક્રમ છે. કવિ પરિચય: અમરેલીનું નામ પડે એટલે આપણને કવિશ્રી રમેશ પારેખ અને કવિશ્રી વિનોદ જોશી યાદ આવે, મારે જે સર્જકની વાત કરવી છે એ ડૉ. પીયૂષ ચાવડા પણ અમરેલી જિલ્લાના મોટાલીલિયાના વતની છે, હાલ આ સર્જક