પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 22

(22)
  • 7.5k
  • 2
  • 2.3k

નઇમ અને કૈલાસમાં ઘણો જ તફાવત હતો. નઇમ એક વિશાળ વટવૃક્ષ હતો તો કૈલાસ બગીચાનો એક કુમળો છોડ. નઇમ હાસ્યપ્રિય અને વિલાસી યુવાન હતો જ્યારે કૈલાસ ચિંતનશીલ અને આદર્શવાદી જીવ હતો. નઇમ સમૃદ્ધ પિતાનો એકમાત્ર પુત્ર હતો. કૈલાસ એક સામાન્ય બાપનું ફરજંદ હતું. એને પુસ્તકો માટે ખાસ પૈસો મળતો ન હતો. માગી તાગીને કામ ચલાવતો. એકને માટે જીવન આનંદનો વિષય હતો અને બીજાંને માટે મુશ્કેલીઓનો ભારો. આટઆટલી વિષમતા હોવા છતાં બંન્ને ઘનિષ્ટ મિત્રો હતા. બંન્નેને પરસ્પર વિરુદ્ધ પ્રેમબંધને બંધાયેલા હતા.