પ્રાઈવેટ લિમિટેડ કુ.

(20)
  • 3.1k
  • 2
  • 960

પ્રાઈવેટ લિમિટેડ કુ. એક ટ્રેનમાં બે અજાણ્યા યુવાનો સફર કરી રહ્યા હતા. ટ્રેને થોડી ગતિ પકડી પછી પેલા યુવાનો વાતે વળગ્યા. “તમે ક્યાં જાવ છો ?” પહેલા યુવાને પ્રશ્ન પૂછ્યો. “અમદાવાદ, અને તમે ?” સામેથી જવાબની સાથે સવાલ પણ આવ્યો, પહેલા યુવાને જવાબ આપ્યો “હું સુરેન્દ્રનગર જવ છુ અહી રાજકોટમાં રહું છુ.” “સરસ, હું પણ રાજકોટનો જ છુ, અંબાઈ ફળિયામાં રહું છુ.” બીજા યુવાને વાત કહી. “આ લે, અંબાઈ ફળિયામાં કઈ જગ્યાએ ? હું’ય ત્યાજ રહું છુ” પહેલા યુવાને આશ્ચર્ય સાથે પૂછ્યું. “બ્લોક નંબર 301, થર્ડ ફ્લોર, તક્ષશિલા એપાર્ટમેન્ટ” બીજા યુવાને સરનામું આપ્યું. પહેલો યુવાન ઘડીભર બીજા યુવાન