ઑગઠ

(27)
  • 2.6k
  • 2
  • 1k

          "હાશ ! આ રેઢિયાર ઢોર તો હવે લોહી પીય ગયા છે. માણસો દૂધ દોહી ને પાકડીયા થઈ જાય એટલે કાઢી જ મેંલે છે. પેલા તો વાછડો આવે એટલે એને હાચવતા હતા. મોટો થાય એટલે એને બળદ બનાવતા. હવે તો વાછડા ને બે ગામ વટાડી ને રઝળતો મૂકી દે. બચારા રખડી રખડીને  કોક નાં ખેતર ભેળી અને ઉકડા ભંભોળી મોટા થાય ને ખૂંટિયા થઈ ગામને ગોથે ચડાવે." હાથમાં લાકડી ને માથે વાસીદાનો ટોપલો લઈ વેણુ  ઉકરડે વાસીદુ નાખવા જતા બબડતી હતી.                         વેણુ ના ઘરે ચાર