હાથમાં રહેલો સ્માર્ટફોન કાચની ટીપોય પર મૂકી, એ સોફા પર ગોઠવાઇ. ઘર સાવ ખાલી હતું. આખો દિવસ એણે હોસ્પીટલમાં પપ્પા પાસે બેસીને ગાળ્યો હતો. ડોક્ટરના કહ્યા પ્રમાણે પપ્પાની તબિયત ‘રિકવર’ થતાં હજુ ત્રણ-ચાર દિવસ લાગશે. પગ સોફા પર લઈ, એ આડી પડી. માનસિક થાકથી એનું દિમાગ સખત થાક્યું હતું. એટલે આડી પડતાંની સાથે જ આંખો બંધ થઈ ગઈ. સહેજ અમથા એવા માથાના દુ:ખાવાની શરૂઆત થઈ હતી. બંધ આંખે છવાયેલ અંધારભર્યા માનસપટ પર અતીતની ઘટનાઓ ફરી ફરીને ભજવાઈ રહી હતી. એક નામ પર એનું મન સ્થિર થયું. એન્જલ..! હા, એ જ કહ્યું’તું ને...? કોણ હશે એ જે મને - ડેડીને, બધાને ઓળખતો