દસ બાર દિવસના સહવાસમાં સત્યમ અને સુહાની એકમેકની ખૂબ જ નિકટ આવી ગયાં હતા . પુત્ર જન્મ બાદ બંને વચ્ચેની નિકટતા અત્યંત ગાઢ બની ગઈ હતી . સત્યમ પોતાની સાળી પ્રત્યે એક વિશેષ લગાવ અનુભવી રહ્યો હતો .તેના મનમાં સપનાંનો સૂરજ ઊગ્યો હતો .તેના હૈયે પોતાની સાળી પ્રત્યે લાગણીનો નાયગ્રા વહી રહ્યો હતો ..બંને મોકો મળતાં સાથે બેસી એકમેકની બધી જ વાતો શેર કરતા હતા ! તેનું એક મન તેને મુમ્બઈ ભણી ખેંચી રહ્યું હતું તો બીજું મન સુહાનીનો મળેલો સહવાસ છોડવા તૈયાર નહોતો .હસમુખના આગમન બાદ જીજુ સાળીનો વિવાદ શમ્યો હતો . કુળ દીપક માતાની સૂરત પર ગયો હતો