નો રીટર્ન-૨ ભાગ-૮૮

(343)
  • 7.9k
  • 15
  • 4.7k

નો રીટર્ન-૨ ભાગ-૮૮ યસ... ખજાનો અમારી નજરો સમક્ષ જ હતો. તાજ્જૂબીની વાત એ હતી કે એ સ્થળ બે દિવસથી અમારાં ધ્યનમાં આવ્યું હતું છતાં અમે નહોતાં જાણી શકયાં કે એ શું છે..? ઉધઇનાં રાફડામાંથી થોડાક સિક્કાઓ મળવાથી અમારી ખુશીનો કોઇ પાર નહોતો પરંતુ એ ખુશી ઘડીક જ ટકી હતી. સવારે જાગ્યાં ત્યારથી દિવસનાં અજવાળે ફરીથી અમે એ રાફડા અને તેની આસપાસ તપાસ આરંભી. પણ કંઇ ન મળ્યું. આવું કેમ બને એ મારી સમજમાં ઉતરતું નહોતું. જો અહીથી સિક્કાઓ મળ્યાં તો જરૂર બીજું પણ કંઇક તો મળવું જ જોઇએ. ફક્ત આટલો જ ખજાનો તો હોય નહી ને..! અમે ઠેકઠેકાણે