લગભગ પાંચ વર્ષો પછી અરવિંદભાઈ અને તેનો પરિવાર પોતાના જુના ઘરે પાછા રહેવા માટે જઇ રહ્યા હતા. અરવિંદભાઈ અને તેમના પરિવાર ના ચહેરા પર આજે અલગ જ રોનક હતી. જે ઘર પાંચ વર્ષો પહેલા છોડવું પડ્યું હતું આજે એ જ ઘરે પાછા પોતાના પરિવાર સહિત જઇ રહ્યા હતા જેના કારણે પૂરું પરિવાર ખૂબ જ ખુશ હતું . રોનક દીકરા સામાન ગોઠવાઈ ગયો ને ગાડી માં ? અરવિંદભાઈ એ પોતાના નાના દીકરા રોનક ને પૂછ્યું . રોનક : હા ,પપ્પા ક્યારનો ગોઠવાઈ ગયો . હવે બસ આ નાની મોટી વસ્તુઓ , આ મમ્મી ની પૂજા ની સામગ્રી અને ભગવાન શ્રી