મન્ચુરિયન - એક રહસ્યમય કહાની

(145)
  • 7k
  • 20
  • 2k

મન્ચુરિયન - એક રહસ્યમય કહાની રાત નો દોઢ વાગ્યા હશે , ચારેતરફ સન્નાટો છવાયેલ હતો પણ એ સન્નટાને છિન્નભિન્ન કરતા દૂર દૂર ક્યાંક કૂતરાઓ નો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. સીમ તરફ જતા અંધારિયા રસ્તા પર ઘસાય ગયેલ સપોર્ટ શૂઝ પહેરી ટપ ટપ અવાજ કરતો ચાલતો હતો.આકાશ માં ચમકતો અડધો ચંદ્ર , ધુમમ્સિયું વાતાવરણ સુમસાન રસ્તા પર બસ સ્ટ્રીટ લાઈટના પીળા પ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ નહીં અને એના પગલાં ના અવાજ સિવાય બીજો કોઈ અવાજ નહીં. એ બસ કાંઈ સમજ્યા વિચાર્યા વિના એ રસ્તા પર જાણ્યે અજાણ્યે આગળ ચાલતો હતો. બસ ચાલતો હતો .એના ચેહરા પર કોઈ ભાવ