ચહેરા પર મોહરું

(26)
  • 3.4k
  • 1
  • 1.1k

મનસ્વી સજ્જડ બનીને સમાચાર વાંચી રહી હતી. “ડાયમંડ કિંગ રતન ત્રિવેદી ના એકના એક પુત્ર સિદ્ધાર્થ ત્રિવેદીએ પોતાની પ્રેમિકા મિતાલી રાવલ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા.” એ સાથે જ સિદ્ધાર્થ ત્રિવેદીએ જાહેરાત કરેલી કે પોતે પોતાની પત્ની મિતાલી ના નામે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શાળા ખોલશે અને સમાચારની નીચે સિદ્ધાર્થ-મિતાલી નો ખૂબ જ મોટો ફોટો છપાયો હતો. મિતાલી સંપૂર્ણ પણે નિખરી ઉઠેલી. જ્યારે રૂપ પર પૈસાનો પાષ ચડે ત્યારે તે વધારે પડતું જ ખીલી ઊઠતું હોય છે. મિતાલી માટે તે વાત તદ્દન સાચી લાગતી હતી. તે હતી તેના કરતા કંઈક વધારે પડતી જ સુંદર લાગતી હતી અને સિદ્ધાર્થ એ તો હતો