દરિયામાં ઊછરતું સપનું

  • 2.7k
  • 1
  • 670

દરિયામાં ઊછરતું સપનું નવવધૂના ચાંદલા જેવો લાલચટક સૂર્ય ધીરે ધીરે સાગરમાં સમાતો ગયો. આકાશ જાણે એ રતાશથી રક્તરંજિત બન્યું. આથમણે અંધારાં હળવેકથી ખારાં પાણી પર ઊતરતાં આવ્યાં. દિવસભર ઉછાળા ભરીને થાકી ગયેલો દરિયો, ઢળતી સાંજે હવે થોડો નરમ પડ્યો. હજી ઘડીભર પહેલા સુસવાટા ફૂંકતો પવન, એકાએક સ્થિર થઈ સૂન બની ગયો ! ખૂબ જૂની બાંધણીનું, સાવ ખખડી ગયેલું ભીમજીનું નાનકડું વહાણ અહીં દરિયાને જાણે એકલું ધમરોળી રહ્યું હતું. વર્ષોથી સમારકામની વાટ જોઈ રહેલા એના વહાણનું નસીબ હજી નહોતું ઊઘડ્યું. હવે તો ખીલાની પકડ પાટિયાંમાંથી સાવ ઢીલી થઈ ગયેલી, છતાં એ વહાણ આજે પણ એ