જીવનસાથીની શોધ

(81)
  • 3.1k
  • 6
  • 905

લગ્ન વિશે તમારું શું માનવું છે? એકાંત રૂમમાં એકાન્ત ખૂણામાં ઊભી રહીને પોતાની ટગરટગર તાકી રહેલી આયુષીની નિર્દોષ ભોળી આંખોમાં જાણે પોતાનું ભવિષ્ય જોઈ રહ્યો હોય એમ પ્રણવે સવાલ કર્યો. જવાબમાં આયુષ્યએ એના મૌનને વધારે મૌન કર્યું. અને પાંપણને સહેંજ વધારે નીચી નમાવી. આયુષીની વિચારવંત ખામોશી જોઈને પ્રણવને લાગ્યું કે પોતે આવો વ્યર્થ સવાલ પૂછીને તેની સંસ્કારિતાને ખોટી સંકોરી છે! અને એ ભોંઠો પડ્યો. એ મનોમન બબડી રહ્યો હતો:' પ્રણવ! સંસ્કારોની સૌરભ કલી ખીલવીને ઊભેલા ઉપવનને તારે આવો નાહકનો સવાલ નહોતો કરવો! અરે જે ફૂલ જોતાં જ ગમી ગયું છે એના સુગંધની પરખ કસોટી શાં કામની?