વિષાદ યોગ- પ્રકરણ-20

(190)
  • 7.3k
  • 23
  • 4.5k

નિશીથે દરવાજો ખોલ્યો તો સામે નૈના હસતી ઊભી હતી. નિશીથતો તેને જોઇને આશ્ચર્યથી બોલ્યો “નૈના તું અહીં ક્યાંથી આવી?” આ સાંભળી નૈના હસતા હસતા બોલી “પહેલા અંદરતો આવવા દે કે પછી મારે અંદર અવાય એવુ નથી?” આ સાંભળી નિશીથ બાજુમાં ખસ્યો એટલે નૈના અંદર દાખલ થઇ અને કશિશ પાસે જઇને તેને ભેટી પડી. નૈનાએ ધીમેથી કશિશને કાનમાં કહ્યું “મને લાગે છે હું ખોટા સમયે આવી છું. તમને બંનેને ડિસ્ટર્બ કર્યા લાગે છે. શું રામાંશ ચાલતો હતો?” આ સાંભળી કશિશ હસી પડી અને નૈનાથી છુટા પડતા બોલી “આવતા સાથેજ મજાક ચાલુ કરી દીધી. કેવી રહી તારી મુસાફરી?” “સારી રહી પણ તારા