પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 19

(36)
  • 7.2k
  • 15
  • 2k

બાળક સ્વભાવે જ ચંચળ હોય છે. સુખ કે દુઃખની સ્થિતિમાંય એ વિનોદપ્રિય હોય છે. નથુવાનાં મા બાપ મરી ગયા પછી એ અનાથ છોકરો ભોલેનાથ ને ઘેર જ મોટે ભાગે પડ્યો રહેતો હતો. રાય સાહેબ ભોલેનાથ દયાળુ માણસ હતા. ક્યારેક તેઓ પેલા છોકરાનો વાપરવા અધેલોય આપતા. એમના ઘરમાં એઠું જૂઠું ખાવનું તો એટલું બધું વધતું હતું કે આવાં તો કઇક અનાથ બાળકોનું પોષણ થઇ શકે! નથુવાને પહેરવા ઉતરેલાં લૂંગડાં મળી રહેતાં. એટલે નથુવા અનાથ હોવા છતાં દુઃખી ન હતો.