અતુલના સંસ્મરણો - ભાગ - 2 - 2

  • 3.6k
  • 2
  • 1.1k

પ્રકરણ ૨ હિમાલય જેવડી ભૂલ. "મનુષ્ય માત્ર ભૂલને પાત્ર" એ આપણી ગુજરાતી કહેવત છે. ભૂલ તો બધાની જ થાય. હું પણ તમારા જેવો જ મનુષ્ય છું. તો મારી પણ ભૂલ થઈ હોય તો તે છુપાવવાનો શો અર્થ ? લો ત્યારે હું મારી ભૂલનો એકરાર કરી પ્રાયશ્ચિત કરી લૌં. કવિ શ્રી દલપતરામના ઊટે જ્યારે દરેક પ્રાણીના અંગની ટીકા કરી ત્યારે શિયાળે તેનો જવાબ આપ્યો હતો. બધામાં જ ખોડખાંપણ જોનાર લેખકમાં પણ કોઈ ઉણપ તો હશે જને ? અતુલમાં આવા શિયાળે (એક મિત્રે)મારૂં ધ્યાન દોર્યું છે.તેના આભાર સાથે હું અત્રે રજુ કરુ છું. H Acid અને Hcl નો ગોટાળો. શ્રી મધુકર જી ધોળકિયા, ગુજરાત વિધાન સભાના સ્પીકર શ્રી કુંદનલાલ ધોળકિયાના સંબંધી.એઝો પ્લાન્ટમાં નવા કેમીસ્ટ તરીકે