ભાથું

(32)
  • 3.7k
  • 4
  • 976

ભાથું  “આજે આ શું બનાવ્યું છે? આટલું બધું તીખું બનાવાતું હશે? લાગે છે ઉંમર વધવાની સાથેસાથે તું રસોઈ બનાવવાનું ભૂલતી જાય છે.” દરરોજ તો મારે ઓફિસ જવાનું હોઈ, પત્નીને નોકરી પર જવાનું હોઈ અને બંને બાળકો અભ્યાસાર્થે જતાં હોઈ બપોરનું ભોજન તો અલગ અલગ કરવું પડતું. પણ આજે રવિવારે રજાના દિવસે સાથે બેસીને મનપસંદ જમવાનો આનંદ આવશે એવું મેં સવારથી જ વિચાર્યું હતું.  સવારે સાડા આઠ વાગ્યે ચર્ચમાં થતી મીસ(પ્રાર્થનાવિધિ)માં અમે સાથે ગયાં. મીસ પૂરી થઇ ગયા બાદ ચર્ચ કમ્પાઉન્ડમાં મારો એક મિત્ર મળ્યો. તેના કમ્પ્યુટરમાં કોઈ ફાઈલ ઓપન થતી ના હોવાથી તેણે મને તેના ઘેર આવી કમ્પ્યુટર ચેક કરવા માટે વિનંતી કરી.મારી