નો રીટર્ન-૨ ભાગ-૮૫

(341)
  • 7k
  • 11
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૮૫ “ એભલ સંમ્ભાળ... “ ક્લારાએ રાડ નાંખી અને પગમાં ખોસેલા ચાકુને હાથમાં પકડી તેનાથી ઉંધી દિશામાં ભાગી. તેનો આશય કંઇક અલગ હતો. સામે માતેલાં સાંઢની જેમ દોડતાં આવતાં ભીમકાય આદમી સાથે લડવા કરતાં તે રોગનની સહાય કરવાં જવાં માંગતી હતી એટલે જ તેણે દોટ મૂકી હતી. એભલ ઘડીભર સન્નાટામાં ઉભો રહયો. શું કરવું જોઇએ એ તેને સમજાયું નહી. અણીનાં સમયે જ ક્લારા દૂર જઇ રહી હતી અને સામેથી એક આદી માનવ તેની તરફ દોડતો આવતો હતો. હડબડાહટમાં જ તેણે પોતાનો છરો હાથમાં લીધો અને ક્રેસ્ટોનો સામનો કરવા સજ્જ થયો. કોઇ વાવાઝોડાની માફક ક્રેસ્ટો તેની ઉપર ધસી