નો રીટર્ન-૨ ભાગ-૮૪ કારણકે... અમારી પાસે ગોળીઓનો પુરતો જથ્થો નહોતો. જે એમ્યૂનિશન બચ્યું હતું એ માત્ર થોડી મિનિટો જ અમારો સાથ દઇ શકે તેમ હતું. બહું જલ્દી અમારા હથીયાર નકામાં થઇ જવાનાં હતાં. માત્ર એકાદ રાઉન્ડ ફાયરીંગ થઇ શકે એટલી જ ગોળીઓ બચી હતી અને એનું કારણ પેલા આદીવાસીઓ સાથે જે મુકાબલો થયો હતો એ હતું. આદીવાસીઓ સાથેની લડાઇમાં અમારો તમામ સામાન ત્યાં જ છૂટી ગયો હતો. તેમાં ગોળીઓનાં બોક્સ પણ સાથે હતાં. “ કોણ છે એ લોકો...? “ અનેરીએ મને પુંછયું. “ મને શું ખબર..! “ દોડતાં જ હું બોલ્યો. એ દરમ્યાન અમે ઘોડા નજીક પહોચી