પનીનું લગ્ન

(33)
  • 3.9k
  • 3
  • 1.4k

     આજે સવારે ફળિયામાં ખૂબ અવર જવર વધી ગઈ હતી. બાજુ વાળા ફળિયામાં લોકો લગ્ન માણવા આવ્યા હતા. સેનવાવાસમાં આજે લગ્નપ્રસંગ હતો. મેતરિયા આવતા હતા . જોન આવવાની હતી તેથી ખૂબ હરખભેર ફળિયાના ગણ્યાગાંઠ્યા જુવાનિયા પોણી પીપમાં ભરતા હતા. મંડપ બંધાયેલો હતો.          આ લગ્ન હતુંં મારી કલાસમેટ 'પની'નું તેનો બાપો જેઠાલાલ દારૂ પીધેલી હાલતમાં હતો. અને તેની મા મીના કોદરને બુમો પાડી રહી હતી. કે કોદરિયા જા ભાગરમાં બેસ અને જોન આવે કે, જટ દઇ કેહવા આવજે કોદરિયો દોડતો ભાગોર ગયો અને અડધી એક કલાક પછી દોડીને આયો જોન આયી ગઈ અને ભાગોળ ખોડિયાર મંદિર બહાર