૫૬ રૂપિયા લઇ અમેરિકા પહોચેલા ખંભાતના જૈન અગ્રણીનો અનોખો દેશપ્રેમ “મારા અભિયાન પછી તેમાંથી અનેક અભિયાનોની જ્યોત પ્રસરી છે તે મારી સફળતા છે.” ‘મારો સેવાયજ્ઞ છેવાડાના નાગરિક સુધી પહોચે તે માટે હું પ્લાનીગ કરું છું”-વિનોદભાઈ શાહ “ઈશ્વર મારો માર્ગ નક્કી કરે છે.ઈશ્વરના મંદિરોમાં દાન કરવા કરતાં ઈશ્વર મને ઈશ્વરે બનાવેલા માનવીઓની સેવા કરવા સતત પ્રેરણા આપે છે.શિક્ષણ,પર્યાવરણ અને વિકલાંગો માટે સેવાયજ્ઞ ચાલુ રહેશે.૫૬ રૂપિયા લઇ અમેરિકા ગયો હતો એ સ્મરણ આજે પણ હૈયે રાખી ભારતનું ઋણ અદા કરું છું.મેં માત્ર અભિયાન શરુ કર્યું પણ આ અભિયાન ગામે ગામ પહોચાડનાર સહાયકો સાચા દાની છે.કપડાં,ભોજન અને બુટ ચંપલનું અભિયાન ભારત,આફ્રિકા,કોરિયા સુધી પહોચ્યું