પ્રેમના નામે

(47)
  • 3.7k
  • 1
  • 883

        રાત્રે ત્રણ વાગ્યે માંડ ઊંઘી શકેલી વિશ્વા ચડતી સવારે નવ જાગી. તદ્દન પીંખાયેલી હાલતમાં એણે ચોતરફ હાંફળી-ફાંફળી નજરો કરી. ગેસ્ટ હાઉસની સૂમસામ રૂમમાં નિ:સહાય હાલત સિવાય એની પાસે એનું કહી શકાય એવું કોઈ જ નહોતું! ઘડીકમાં જ એ ગભરાઈ ગઈ.       એણે ઈમરજન્સી બેલ મારવાનો વિચાર આવ્યો પણ એ અટકી. શરીર પારાવાર પીડાથી કણસતું હતું ને એમાં રુમની એકલી નીરવતા એને ભરખી જવા લાગી જાણે.                 રાત્રે નવ વાગ્યાની આસપાસ જે જણની સાથે એ ઉમંગભર્યા જે હોંશથી અહીં આવી હતી એ જ જણ એને બેહોશીમાં એકલી મૂકીને ક્યારે ફરાર થઈ ગયું એની