શરૂ તો કર

(33)
  • 1.7k
  • 2
  • 452

શરૂ તો કર!તે બગીચામાં માથે હાથ દઈ બેઠો હતો. ઘેર સહુને કહીને કે તે કોઈ કામે ગયો છે. તેને ફર્સ્ટ કલાસ પાસ થયે દોઢ વર્ષ થયેલું પણ નસીબે યારી આપેલી નહીં. કેટલીયે ઓફિસનાં પગથિયાં ઘસી આવેલો. પણ તે હજુ સુધી બેકાર હતો. આજે પણ તે કોઈ ઇન્ટરવ્યૂ આપીને આવેલો અને પસંદ ન થયેલો. પસંદ કોઈ ખાસ થયેલું.તેણે શૂન્યમનસ્કે ઉપર જોયા કર્યું. કાશ કોઈ સફરજન ટપકે અને તેને કોઈ અફલાતૂન આઈડિયા આવે! સાંજનો સુરજ ઢળવા લાગ્યો. વધુ એક દિવસ વ્યર્થ. નિરાશભર્યા વદને તે ખાલી ટિફિન ઉપાડી ચાલ્યો."શું કરું ધંધો કે નોકરી? મારી ગર્લફ્રેન્ડ પણ રાહ જુએ છે. તેણે બહુ ધીરજ ધરી."દૂર