વેદના - પોતાની વાત

  • 2.9k
  • 1
  • 879

પોતાની વાત                     'વેદના' લખવાનું મારી પાસે કદાચ કોઈ સબળ કારણ નહોતું છતાંય ઘણીવાર ખેતરને શેઢે ઊભેલા આસોપાલવે બેસવાનું થતું અને મનમાં વિચારોની કઈ કેટલીયે કુંપળો ફૂટતી.ઘણાં લોકોનાં દર્દથી પરિચિત થવાનું બન્યું છે આમ તો છતાંય મારા પોતાના અનુભવો મને બહું કામ લાગ્યાં.  છેક બચપણમાં નાનો હતો ત્યારે પીવાઈ ગયેલી બીડીના બુટકા પણ નાદાની માં પીધેલા. મિત્રો સાથે ફરવા જતાં ત્યારે નદીના કોતરોમાં બેસીને તમાકુયે ખાધેલી અને એવાં તો અસંખ્ય તોફાનો કરેલા.  બચપણમાં અનાયાસે થયેલા આવાં અસંખ્ય અનુભવો વાર્તાના કથાબીજ માટે મને બહું ઉપયોગી થયાં. અને એ સમયે મને પુસ્તકો પ્રત્યે બહું