બ્લેક હોલ (ભાગ-૩)

  • 2.2k
  • 3
  • 1k

બ્લેક હોલ (ભાગ-૩) વર્ષ ૧૯૩૦ નો શિયાળો હતો. ભારતીય તમિલ કુટુંબમાં જન્મેલો એક યુવાન જહાજમાં બેસીને ઉચ્ચ અભ્યાસાર્થે કેમ્બ્રીજની ટ્રીનીટી કોલેજમાં જઇ રહ્યો હતો. આ એ સમય હતો જ્યારે હવાઇ વાહનવ્યવહાર વિકસ્યો ન હતો. વિદેશ જવા માટે જહાજ દ્વારા દરિયાઇ પરિવહનનો માર્ગ જ ઉપલબ્ધ હતો. આ બુદ્ધિશાળી યુવાનના પિતા અખંડ ભારતના લાહોરમાં નોર્થ વેસ્ટર્ન રેલવેમાં ડેપ્યુટી ઓડીટર જનરલ હતાં એટલે સ્વાભાવિકપણે પિતાની ઇચ્છા એવી હતી કે પુત્ર પણ સરકારી અધિકારી બને, પણ પુત્ર તો ભૌતિકવિજ્ઞાની બનવાના ખ્વાબ જોતો હતો અને ખ્વાબ જુએ એ સ્વાભાવિક હતું. કારણ કે ભૌતિકવિજ્ઞાની બનવા માટેની પ્રેરણામૂર્તિ એના કુટુંબમાં જ મોજૂદ હતી. એ યુવાનના કાકા