પ્રતીક્ષા

(41)
  • 3.9k
  • 4
  • 1.2k

નીલા હાથમાં ચાનો કપ લઈ ઊભી હતી. એનાં હાથ થરથર કંપતા હતાં.સોફા પાછળથી એણે ચાનો કપ સુનીલને આપવા હાથ લાંબો કર્યો. સુનીલે ત્રાડ પાડી," જરાં પણ મેનરસ જ નથી શીખી ડફોળ." અને નીલાનાં કંપતા હાથમાંથી ચાનો કપ પડી ગયો.સુનીલ ગુસ્સામાં ઊભો થઈ ગયો..જાણે હમણા નીલાને ઝૂડી નાખશે.અને ખરેખર એણે નીલાના ગાલ પર જોરથી એવો તમાચો માર્યો કે નીલા બેવડ વળી ગઈ!નીલા પોતાને સંભાળતા કાચની કરચો વિણવા લાગી જે એના સપનાં જેવી હતી!! આ કાચની કરચો તો હાથમાં વાગી અને લોહીના ટશીયા ફૂટ્યાં પણ જે કરચો આંખનાં સપનાં અને હ્ર્દયનાં સપનાં ની છાતીમાં વાગી હતી એને કોણ જુએ છે!! નીલા નત