વોયેજર – ૧ ની વાપસી !!!

(17)
  • 2.4k
  • 3
  • 771

પ્રોફેસર જેમ્સે બગાસું ખાધું ! એણે એની સામે પડેલા મોનીટર પર ચમકતા અસંખ્ય ટપકાઓ તરફ જોયે રાખ્યું ! કંટાળીને એણે એની બાજુમાં પડેલા અર્ધખવાયેલ પીઝાના ટુકડા તરફ જોયે રાખ્યું ! ત્રિકોણ પીઝા હવે આગળથી ખવાઈને વિચિત્ર શેપનો થઇ ગયો હતો. જેમ્સે ટેબલ પર માથું ઢાળી દીધું અને એ વિચિત્ર નજરે ઠંડા થઇ ગયેલા પીઝાના ટુકડાને તાકી રહ્યો હતો. ૪૨ – ૪૨ વર્ષો વહી ગયા હતા વોયેજર ૧ ને લોન્ચ કર્યાને. હવે તો એના મંદ મંદ સિગ્નલ કોઈ કોઈ વાર આવતા હતા ! હજુ પણ એ કાર્યરત હતું અને એ જ મોટો ચમત્કાર હતો ! ૪૨ વર્ષો માં એણે બહુમૂલ્ય એવો