નો રીટર્ન-૨ ભાગ-૮૧

(325)
  • 6.8k
  • 6
  • 4.5k

નો રીટર્ન-૨ ભાગ-૮૧ ઉપરા છાપરી બે ઝટકા અનેરીએ મને આપ્યા હતાં. એક તો તેણે મારા પ્રેમનો સ્વિકાર કર્યો હતો જેનું આશ્વર્ય હજું પણ શમ્યું નહોતું. એ મારા જીવનની સૌથી ધન્ય ઘડી હતી. ઉપરાંત બીજું કે તેને ખજાના વિશે પહેલેથી બધી ખબર હતી અને જાણી જોઇને તે ખામોશ રહી હતી. આ બન્ને બાબતો પચાવતાં મને સમય લાગ્યો હતો. ઉપરાંત મારા દાદા અને સાજનસિંહ પણ રહસ્યમય લાગતાં હતાં. શું તેઓ ખરેખર ખજાનાનાં પર્વત સુધી પહોચ્યાં હતાં...? આ સવાલનો જવાબ મને ઝડતો નહોતો. વિચારી- વિચારીને હું થાકયો ત્યારે હાલ પુરતું એ બાબતને અધ્યાહાર છોડી દેવાનું જ યોગ્ય લાગ્યું. સમય આવ્યે આપમેળે એનો